ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે, ત્યારે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ મક્કમપણે જડબાતોડ જવાબ આપી રહ્યો છે. તો મિત્ર દેશ ઈઝરાયેલને સાથ આપવામાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાએ પણ ઈઝરાયેલને ભરપુર સમર્થન આપી હથિયારોની મદદ કરી રહ્યો છે, ત્યારે અમેરિકાએ ઈઝરાયેલને દારુગોળથી સજ્જ આધુનિક વિમાન આપવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે મોડી રાત્રે અમેરિકાનું હાઈટેક વિમાન ઈઝરાયેલ પહોંચ્યું છે. આ એરક્રાફ્ટ સંપૂર્ણ હાઈટેક અને દારુગોળોથી સજ્જ છે.
અમેરિકાનું હાઈટેક એરક્રાફ્ટ ઈઝરાયેલ પહોંચ્યું
અમેરિકાનું એરક્રાફ્ટ ગઈકાલે સાંજે અમેરિકાથી ઉડાન ભરી મોડી રાત્રે ઈઝરાયેલના નેબાતિમ એરબેઝ પર પહોંચ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, જો યુદ્ધ કોઈ નિર્ણાયક સ્થિતિમાં પહોંચે તો અમેરિકાનું એરક્રાફ્ટ ઈઝરાયેલને મદદગાર સાબિત થશે.
🇮🇱🤝🇺🇸
The first plane carrying U.S. armaments has since arrived at the Nevatim Airbase in southern Israel this evening.
The cooperation between our militaries is a key part of ensuring regional security and stability in times of war.
— Israel Defense Forces (@IDF) October 11, 2023
આગામી સમયમાં પણ અમેરિકા મદદ પુરી પાડશે
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને અમેરિકી નાગરિકો તેની સાથે હંમેશા માટે ઉભો હોવાનું પણ કહ્યું છે, જોકે તેણે હજુ સુધી દારુગોળાની સપ્લાઈ શરૂ કરી ન હતી. જોકે હવે માનવામાં આવી રહ્યું છે કે, આ એરક્રાફ્ટ મોકલ્યા બાદ પણ અમેરિકા તેને વધુ હથિયારો પુરા પાડી શકે છે.
અમેરિકી વિદેશમંત્રી આજે ઈઝરાયેલની મુલાકાતે જશે
દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન આજે 11 ઓક્ટોબરે ઈઝરાયેલની મુલાકાતે પહોંચી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ અગાઉ જ ઈઝરાયેલને મજબુત સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે. તેમણે મંગળવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમેરિકા ઈઝરાયેલની સાથે ઉભુ છે. ઈઝારયેલના એક હજાર લોકોના મોત થયા છે, યુવાઓનું નરસંહાર કરાયું છે, ઘણા પરિવારો પોતાના લોકોના મૃતદેહો શોધી રહ્યા છે. વિશ્વના તમામ દેશોની જેમ ઈઝરાયેલને પણ આતંકી હુમલા વિરુદ્ધ જવાબ દેવાનો અધિકાર છે.
યુદ્ધમાં 1800થી વધુના મોત
બંને દેશોના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ઈઝરાયેલાના 1200થી લોકો સામેલ છે, જ્યારે 2300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગાઝા પટ્ટીમાં 830 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે અને 4250 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે, તેણે પોતાના વિસ્તારમાં 1500થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે.