બેંકોના ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા તમે સરળતાથી પ્રધાનમંત્રી જીવન વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજનાઓ જેવી વિવિધ યોજનાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સિવાય પણ ગ્રાહક સેવા કેન્દ્ર પર રોકડ જમા બીલ ભરવા માટે આધારકાર્ડથી લેવડ- દેવડ અને પાસબુક પિન્ટ વગેરેની સુવિધા પણ મેળવી શકો છો.
સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નાણાકીય સેવાઓને વધુ સારી બનાવવા માટે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકારની કોશિશ રહી છે કે ગ્રાહકોને ઓછા ખર્ચે વધુમાં વધુ ફાયદો થાય તે માટે લોકોને બેંકિંગ સુવિધાઓ વધારવામાં આવી છે. તેના માટે કેન્દ્રીય બેંકો દ્વારા ગ્રાહકો માટે સેવા કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
શું છે ગ્રાહક સેવા કેન્દ્ર
નાણાકીય સેવાઓ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોચે તે માટે આરબીઆઈ દ્વારા ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) ખોલવામાં આવ્યા છે. આ એક રીતે બેંકની નાનામાં નાની બ્રાન્ચ જે રીતે કામ કરે છે. તે પ્રમાણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, તાલુકાઓને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામા આવ્યું છે. જ્યા બેંકિંગ સુવિધા ઓછી હોય છે. ગ્રાહક સેવા કેન્દ્રોનો એક મોટો ફાયદો એ છે કે ગ્રાહકોને પોતાના ઘરની પાસે બેંકની મોટાભાગની સુવિધા મળી રહે છે.
ગ્રાહક સેવા કેન્દ્રો પર બેંકિંગ, બિલ ભરવા, સરકારી યોજનાઓમાં રજીસ્ટ્રેશન વગેરે માટે વન સ્ટોપ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.
1. બેંકમાં ખાતું ખોલવા માટેની સુવિધા
2. રુપિયા જમા કે ઉપાડ કરવા માટે
3. ફિક્સ રોકાણ કરવા માટે
4. પાસબુક પ્રિન્ટિંગ સુવિધા
5. પ્રધાનમંત્રી જીવન વીમા યોજના (PMJJBY)
6.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
7. અટલ પેન્શન યોજના રજીસ્ટ્રેશ
8. નાની લોન માટે અરજી કરવા માટે