રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ દરમિયાન શહેરના મકરબા, એસ.જી.હાઈવે સહિતના કેટલાક વિસ્તારોમાં આંશિત વરસાદ પડ્યો છે. તો બાવળા હાઈવે પર અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં ધારી ગીરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યાના સમાચાર છે. સાંજે સાત વાગ્યા સુધીમાં રાજ્યના 11 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં થોડા દિવસથી તાપમાનનો પારો વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ હતુ. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમા અચાનક જ ફેરફાર જોવા મળતા આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમીનું પ્રમાણ ઘટી ગયુ છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મકરબા, એસ.જી.હાઈવે સહિતના કેટલાક વિસ્તારોમાં આંશિત વરસાદ પડ્યો છે. બાવળા હાઈવે પર વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીને કારણે સતત બાફ અને ભારે ઉકળાટ અનુભવાય રહ્યો હતો. ગઈકાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે ગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનુ શરુ થઈ ગયું છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને પાકને નુકસાન જવાની ભીતિ છે. અમદાવાદમાં પ્રહલાદનગર, એસ જી હાઈવે પર વરસાદી છાંટા પડ્યા છે. આ ઉપરાંત ઈસ્કોન બોપલ અને ગોતામાં પણ વરસાદ પડ્યો છે. અમદાવાદ ગ્રમ્ય વિસ્તામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવદાના સરખેજ, ધોળકામાં પણ વરસાદના છાંટા પડ્યા છે.