ઈઝરાયેલ પર હમાસે કરેલા આતંકી હુમલા બાદ હવે ઈઝરાયેલે હમાસને ખતમ કરી દેવા માટે વળતા હુમલા શરૂ કર્યા છે. તેની વચ્ચે બ્રિટનના વિદેશ મંત્રી ઈઝરાયેલને સમર્થન આપવા માટે દક્ષિણ ઈઝરાયેલના ઓફાકિમ શહેરમાં પહોંચ્યા હતા.
Today I’ve seen a glimpse of what millions experience every day.
The threat of Hamas rockets lingers over every Israeli man, woman and child.
This is why we are standing shoulder to shoulder with Israel. https://t.co/bSifINdjBr
— James Cleverly🇬🇧 (@JamesCleverly) October 11, 2023
તેમની મુલાકાત વખતે જ હમાસે ફરી ઈઝરાયેલ તરફ રોકેટ લોન્ચ કરતા જ સાયરન વાગવા માંડ્યુ હતુ અને અફરા તફરી મચી ગઈ હતી. બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને પણ બીજા લોકોની જેમ દોડીને શેલ્ટરમાં આશ્રય લેવો પડ્યો હતો. જેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ક્લેવરલી આતંકી હુમલાનો ભોગ બનનારા લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા અને તે જ વખતે હમાસ તરફથી ફરી રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલમાં રોકેટ હુમલાથી બચવા માટે શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે પણ આ પ્રકારના હુમલા થાય છે ત્યારે નાગરિકો તેમાં આશ્રય લેતા હોય છે. બ્રિટનના વિદેશ મંત્રીને પણ રક્ષણ માટે તેમાં જવુ પડ્યુ હતુ.
બીજી તરફ ઈઝરાયેલના ગાઝા પરના હુમલા યથાવત છે. જેના કારણે ગાઝાના ઘણા વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. એક સમયે જ્યાં ઉંચી ઈમારતો હતી ત્યાં માત્ર સિમેન્ટ કોંક્રિટના ઢગલા જોવા મળી રહ્યા છે.