યહૂદી અને પેલેસ્ટિનીયો વચ્ચે અમેરીકાના ન્યૂયોર્ક શહેરમાં પણ ઘર્ષણ સર્જાઈ રહ્યુ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘટેલી આવી ઘટનાઓને લઈ ન્યૂયોર્ક પોલીસે તપાસ શરુ કરી છે અને આ બાબતે ચાંપતી નજર રાખવી શરુ કરી છે. બે દિવસ અગાઉ પણ રાત્રી દરમિયાન ન્યૂયોર્કમાં ધમકી અને હુમલાઓના સંદર્ભમાં પોલીસને જાણકારી મળી હતી. મીડિયા રિપોર્ટનુસાર મેયર પણ કહી ચુક્યા છે કે, હાલમાં મધ્ય પૂર્વ સંઘર્ષની સંભવિત સ્થિતિને લઈ ઘર્ષણની સંભાવનાઓને લઈ ન્યૂયોર્ક પોલીસ પણ હાઈ એલર્ટ પર હતી.
આ દરમિયાન મીડિયા રિપોર્ટનુસાર મેયર પણ કહી ચુક્યા છે કે, હાલમાં મધ્ય પૂર્વ સંઘર્ષની સંભવિત સ્થિતિને લઈ ઘર્ષણની સંભાવનાઓને લઈ ન્યૂયોર્ક પોલીસ પણ હાઈ એલર્ટ પર હતી. આવી અલગ અલગ ઘટનાઓ પેલેસ્ટિનીયનો અને યહૂદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યુ છે.
ત્રણ ઘટનાઓની તપાસ શરુ
ઈઝરાયલી વ્યક્તિઓ દ્વારા એક પેલેસ્ટિયન યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. 18 વર્ષની આસપાસની ઉંમરના આ યુવક પર કારમાં આવેલા ઈઝરાયલી વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. જેઓ કારમાંથી ઈઝરાયલના ઝંડા લહેરાવીને પસાર થઈ રહ્યા હતા. આ લોકોએ લાતો મારી હતી અને ફેંટો મારીને યુવકની પર હુમલો કર્યો હતો અને પેલેસ્ટાઈન વિરોધી નારા લગાવ્યા હતા. આ ઘટના દક્ષિણ બ્રુકલીન વિસ્તારમાં સર્જાઈ હતી.
જ્યારે બીજી ઘટનામાં યહૂદી ઉપાસનાગૃહ પર નકલી બંદૂક ધરી દેવાઈ હતી. આ ઘટના ગ્રેવસેંડ વિસ્તારમાં બની હતી. જ્યાં બે કિશોરોએ આમ કર્યુ હતુ. પોલીસે બંને યુવકોને અદાલતી સમન પાઠવ્યા હતા. ન્યૂયોર્ક પોલીસે આવી ત્રણ અલગ અલગ ઘટનાને લઈ તપાસ શરુ કરી છે. અને હુમલા કરનારાઓની સામે કાર્યવાહી શરુ કરી છે.
પેટ્રોલિંગ વધુ સઘન કરાશે
આ પ્રકારની ઘટનાઓ ના બને એ માટે થઈને ન્યૂયોર્ક પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધુ સઘન કરવામાં આવ્યુ છે. અનેક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન મીડિયો રિપોર્ટ મુજબ NYDP ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમ રેબેકા વેઇનરે એક મીડિયા સંસ્થાના માધ્યમથી બતાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા હાઈ વિઝિબિલિટી પેટ્રોલિગ હાથ ધરાશે. ખાસ કરીને સમગ્ર શહેરમાં વિરોધ પ્રદર્શન, સામૂહિક મેળાવડો અને ધાર્મિક સ્થાનો નજીક આ પ્રકારના સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.