કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે અમદાવાદ સ્થિત ધ સુવિકાસ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ને ‘ધ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ અમદાવાદ સાથે મર્જ કરવાની યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના 16 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સુવિકાસ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની શાખાઓ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકની શાખાઓ તરીકે કામ કરશે.
ભારતીય રિઝર્વ બેંકે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, આરબીએલ બેંક અને બજાજ ફાઈનાન્સ લિમિટેડને સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો છે. RBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ‘ડેટ અને એડવાન્સિસ – વૈધાનિક અને અન્ય પ્રતિબંધો’ સંબંધિત તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
ખાનગી બેંકને 64 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
અન્ય એક આદેશમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની RBL Bank Limited પર (ખાનગી ક્ષેત્રની બેંકોમાં શેરના અધિગ્રહણ અથવા મતદાનના અધિકારો માટે પૂર્વ મંજૂરી) માર્ગદર્શિકા 2015નું પાલન ન કરવા બદલ રૂપિયા 64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બજાજ ફાઇનાન્સ સામે આ પગલાં ભરાયા
સેન્ટ્રલ બેંકે અન્ય એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘NBFCsમાં છેતરપિંડી પર દેખરેખ સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ બજાજ ફાઇનાન્સ લિમિટેડ પર 8.5 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
Paytm Payment Bank ને કરોડોનો દંડ ભરવા સૂચના અપાઈ
Paytm Payment Bank પણ આરબીઆઈના નિશાના હેઠળ આવી ગઈ છે. માનક ઉલ્લંઘનના કિસ્સામાં રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક પર 5.39 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય આરબીઆઈએ પૂણેની અન્નાસાહેબ મગર કો-ઓપરેટિવ બેંક પર 4 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે આ દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે જેની ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટને અસર થશે નહીં.