ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ અત્યારે શાનદાર ફોર્મમાં છે. કુલદીપ યાદવ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મેચ પહેલા ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ના વખાણ કર્યા છે.
કુલદીપને બાબરની બેટિંગ પસંદ છે
બાબરની ગણતરી આજના સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ તેની નજર તેના પર રહેશે કારણ કે તે પાકિસ્તાન ની બેટિંગનો મુખ્ય આધાર છે. ઘણા લોકો તેની બેટિંગના ફેન છે અને કુલદીપને પણ તેની બેટિંગ પસંદ છે.
બાબર લાંબી ઈનિંગ નથી રમી શક્યો
વર્લ્ડ કપ-2023માં બાબર આઝમનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું નથી. બાબરે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને આ બે મેચમાં તેણે માત્ર 15 રન જ બનાવ્યા છે. તેણે નેધરલેન્ડ સામેની પ્રથમ મેચમાં પાંચ રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા સામે તેના બેટમાંથી માત્ર 10 રન થયા હતા.
"Mujhe bohut pasand hai batting unki”#KuldeepYadav appreciates @babarazam258's class, but he'll be raring to get the stylish #Pakistan batter out with another ripper à la #CWC19 🕸️#8KaWait is ON!
Tune-in to #INDvPAK in #WorldCupOnStar
Today, 12:30 PM | Star Sports Network pic.twitter.com/UdYTG6sgWY
— Star Sports (@StarSportsIndia) October 14, 2023
કુલદીપને બાબરની બેટિંગ પસંદ
કુલદીપે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા બાબરના વખાણ કર્યા હતા. કુલદીપે કહ્યું કે તેને બાબરની બેટિંગ ખૂબ જ પસંદ છે. કુલદીપે કહ્યું કે બાબર ખૂબ જ શાંતિથી બેટિંગ કરે છે. તેણે કહ્યું કે બાબર ફાસ્ટ બોલરો સામે સારું રમે છે, બેક ફૂટ પર તેની રમત પણ શાનદાર છે. કુલદીપે કહ્યું કે બાબર ક્લાસ બેટ્સમેન છે. કુલદીપે એમ પણ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બાબરને બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
કુલદીપ બે વખત બાબરની વિકેટ લઈ ચૂક્યો છે
કુલદીપને બેશક બાબરની બેટિંગ પસંદ છે પરંતુ તે તેને વિકેટ પર રહેવા દેતો નથી.અત્યાર સુધી રમાયેલી ત્રણ વનડે મેચોમાં કુલદીપ બે વખત તેની વિકેટ લઈ ચૂક્યો છે. આ ચાઈનામેન બોલર સામે બાબર માત્ર 18 રન જ બનાવી શક્યો છે. તેણે કુલદીપ પર એક ફોર અને સિક્સ પણ ફટકારી છે.