પાટડી સુરેન્દ્રનગર હાઇવે પર એસ.ટી. બસ ખાડામાં ઉતરી ગઈ છે. દિયોદર જુનાગઢ રૂટની બસ અણીન્દ્રા ગામ નજીક ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. બસ ખાડામાં પડી જતા મુસાફરોને ઈજા થઈ હતી, ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
જો કે બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોમાં મોટા ભાગના પોલીસ તાલીમાર્થીઓ હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. બસ ખાડામાં ઉતરી જતા STમાં બેઠેલા 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા અણીન્દ્રાના ગામના લોકોએ ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
બસ ખાડામાં પડી જતા મુસાફરોને ઈજા થઈ હતી, ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જો કે બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોમાં મોટા ભાગના પોલીસ તાલીમાર્થીઓ હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.
ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર કલેકટર કેયુર સંપટ, વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા મેડીકલ કોલેજ પહોચી તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા કરી હતી.