આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક (Los Angeles Olympics) માટે ક્રિકેટને મંજૂરી આપી દીધી છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં IOCના 141મા સત્રની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટને 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે. 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટનો સમાવેશ થઈ ચૂક્યો છે.
લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત કુલ પાંચ નવી રમતો રમાશે
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કાર્યકારી દ્વારા ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવાની મંજુરી આપી દીધી છે.ક્રિકેટ પહેલા 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ક્રિકેટ ઓલિમ્પિકમાં વાપસી કરશે.આઈઓસીના ક્રાર્યકારી બોર્ડના અધિકારીઓની બેઠકમાં ક્રિકેટ સહિત 5 રમતોને સામેલ કરવાના નિર્ણય પર માહૌર લાગી ચૂકી છે. જેમાં ક્રિકેટ સિવાય બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લૈગ ફુટબોલ, સ્કવૈશ અને લેક્રોસ સહિત પાંચ નવી રમતોને સામેલ કરવાનો લોસ એન્જલસના આયોજકોના પ્રસ્તાવ પર મંજુરી મળી ગઈ છે.
#WATCH | On the inclusion of Cricket in the 2028 Los Angeles Summer Olympic Games, IOC Member Nita Ambani says, " I am delighted that IOC members have voted to include Cricket as an Olympic Sport in the LA Summer Olympics 2028! Cricket is one of the most loved sports globally,… pic.twitter.com/nl8iMDH9Yi
— ANI (@ANI) October 16, 2023
સોમવાર એટલે કે આજના રોજ સત્તાવાર રીતે પાંચ નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.2028 લોસ એન્જલસ ઓલિમ્પિક રમતમાં ક્રિકેટને સામેલ કરવા પર આઈઓસી સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનની અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું, 1.4 અરબ ભારતીય માટે ક્રિકેટ માત્ર એક રમત નથી, આ એક ધર્મ છે. એટલા માટે મને ઐતિહાસિક સંકલ્પ લઈને ખુશી છે.