પોતાની હાર્ડ લાઇન ઇમિગ્રેશન પોલીસી ઉપર ફરી ભાર મુકતાં પ્રમુખ પદ માટેના રીપબ્લીકન અગ્રીમ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે શપથપૂર્વક કહ્યું હતું કે જો તેઓ ફરી એક વખત ઓવલ ઓફીસ (પ્રમુખની ઓફિસ) માં બેસવાની તક મળશે તો તેઓ ગાઝામાંથી આવનાર શરણાર્થીઓ પર પ્રતિબંધિત કરશે. અને તેઓએ તેઓનાં પ્રમુખ પદના પહેલા સમય દરમિયાન મુસ્લિમો ઉપર જેમ અમેરિકાની મુલાકાત ઉપર પણ પ્રતિબંધ મુકયો હતો તેમજ ફરી એક વખત પ્રતિબંધ લગાવી દેશે.
કહેવાય છે કે હમાસે ઇઝરાયલ ઉપર કરેલા વિનાશક હુમલા પછી અમેરિકાનાં જન સામાન્યનાં માનસમાં પણ પરિવર્તન આવી ગયું છે.
આયોવામાં પોતાના સમર્થકોને કરેલાં સંબોધનમાં તેઓએ તેમ પણ કહ્યું હતું કે જો તેઓને ફરી એક વખત પ્રમુખ પદે ચૂંટી કઢાશે તો તેઓ આવા ડેન્જરસ પાગલો, ધર્માંધો અને પાગલોને યુએસમાં સ્થિર થવા જ નહીં દે. તેટલું જ નહીં પરંતુ કેટલાક સ્પષ્ટ રીતે મુસ્લિમ દેશ તરીકે ઓળખાતાં અન્ય રાષ્ટ્રોના દરેકે-દરેક આગંતુકોનું સંપૂર્ણ સ્ક્રીંનીંગ પણ કરવામાં આવશે.
અત્યારે પણ અમેરિકાનું વલણ ઇઝરાયલ તરફી છે. તેમ કહેતાં નિરીક્ષકો જણાવે છે કે તેમાં એ જો ટ્રમ્પ પ્રમુખ પદે આવશે તો હમાસ-ઇઝરાયલ યુદ્ધ ઘણું જ ભયાવહ બની રહેશે. ટ્રમ્પ હમાસને ખતમ કરવામાં ઇઝરાયલને પૂરો સાથ આપશે.