Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

સપા નેતા આઝમ ખાનને 7 વર્ષની સજા, બનાવટી પ્રમાણપત્ર કેસમાં પરિવાર સહિત જશે જેલ

સપા નેતા આઝમ ખાનને 7 વર્ષની સજા, બનાવટી પ્રમાણપત્ર કેસમાં પરિવાર સહિત જશે જેલ

યુપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન તેમની પત્ની ડો. તઝીન ફાતિમા અને તેમના પુત્ર અબ્લ્લા આઝમને રામપુર કોર્ટે દોષી જાહેર કર્યા છે.આજે જ ત્રણેયને કોર્ટમાંથી સીધા જેલમાં મોકલી દેવામાં આવશે. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ આદેશ આપ્યો છે. આ મામલે બીજેપી નેતા આકાશ સક્સેનાએ કેસ દાખલ કર્યો હતો.

સરકારી વકીલ અરુણ કુમારે જણાવ્યું કે, અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રના કેસમાં ત્રણેયને દોષી જાહેર કરવામાં આવ્યા છે. થોડી જ વારમાં સજાનુ એલાન થઈ જશે. અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમને આરોપી બનાવવામાં આવ્યા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.