જીમ કે બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટી દ્વારા ફિટ રહેવું આજકાલ ખુબ ટ્રેન્ડમાં છે. કલાકો સુધી પરસેવો પાડીને ફિટ રહેવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. જેનાથી ક્યારેક તો જીમમાં જવાનો પણ કંટાળો આવે છે. આ આળસ જીમ જવાનું તમારું રુટિન તોડી નાંખે છે જેનાથી તમને નુકસાન થાય છે. પરંતુ તમે જીમ ગયા વગર ઘરમાં એક્સરસાઈઝ કરી ફેટ (Fat Burn)કે પછી કેલરીને ઓછી કરી શકો છો. ખાસ વાત એ છે કે, કેટલીક એકસરસાઈઝ તો એવી હોય છે જે બેડ પર જ કરી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને ફિઝિકલ એક્ટિવિટી વિશે જાણાવવા જઈ રહ્યા છીએ.
વધી રહ્યા છે મેદસ્વિતાના કેસ
છેલ્લા કેટલાક સમયથી લોકો ખરાબ લાફફ સ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના વ્યસની બની ગયા છે. જેના કારણે ઝડપથી વજન વધવાના અને મેદસ્વીતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. લોકો મેદસ્વીતાને સમસ્યા માને છે જ્યારે તે કોઈ બીમારીથી ઓછી નથી. NCBIના અહેવાલ મુજબ, સ્થૂળતા ભારતમાં લગભગ 135 મિલિયન લોકોને અસર કરે છે. જો તમારી પાસે જીમ જવાનો સમય નથી, તો તમે બેડ પર જ કેટલીક કસરતો કરીને ચરબી બર્ન કરી શકો છો.
એર સાયકલિંગ
પલંગ પર સૂતી વખતે, તમે એર સાયકલિંગ કરી શકો છો એટલે કે તમારા પગ હવામાં ચલાવવાની કસરત. બાળપણમાં લોકો તેને મનોરંજન અથવા રમત તરીકે કરે છે પરંતુ વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં તમે તેનો ઉપયોગ એકસરસાઈઝ તરીકે કરી શકો છો. આ માટે બેડ પર સૂઈ જાઓ અને તમારા પગને 90 ડિગ્રીના ખૂણા પર રાખો. દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ એર સાયકલિંગ કરો.
લેગ લિફટ એક્સરસાઈઝ
લેગ લિફટ એક્સરસાઈઝમાં તમારે પગને 90 ડિગ્રી પર જઈ સીધી રાખો આ એક્સરસાઈઝમાં તમે દિવાલની મદદ પણ લઈ શકો છો. સાથે વજન ઓછો કરવામાં પણ મદદ મળે છે. જો તમે ઈચ્છો તો આ એક્ટિવિટી રાત્રિના સમયે સુતા પહેલા પણ કરી શકો છો અને સવારે ઉઠીને પણ કરી શકો છો. આમ કરવાથી શરીરને આરામ પણ મળે છે.