થોડા મહિનાઓ પહેલા ભારતના પશ્ચિમી દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને ગુજરાત સહિતના આજુબાજુ રાજ્યમાં ભારે નુકશાન સર્જ્યું હતું. એવામાં ભારતીય હવામાન વિભાગે વધુએ વાવાઝોડાને સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયું છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ ‘તેજ’ રાખવામાં આવ્યું છે.
Low-pressure area over southwest #ArabianSea has developed into a depression and is expected to intensify into a “#cyclonicstorm” by October 21. It will be called ‘Tej’, according to a formula followed for naming cyclones in the Indian Ocean Region.@Indiametdept#CycloneTej pic.twitter.com/OnKH4S1SSK
— The Environment (@theEcoglobal) October 20, 2023
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે. બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે. જો કે, વૈશ્વિક હવામાન આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.