સંઘ લોક સેવા આયોગે શૈક્ષણિક વર્ષ 2024 માટે સિવિલ સેવા, ભારતીય વન સેવા, સીડીએસ (I) અને અન્ય ભરતી પરીક્ષાઓ માટે પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યુ છે. ઉમેદવારો યુપીએસસીની અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જઈ કેલેન્ડર જોઈ શકે છે.
UPSC કેલેન્ડર મુજબ સિવિલ સેવા પ્રીલિમ્સ 2024 અને ભારતીય વન સેવા પ્રીલિમ્સ 26 મે 2024નો રોજ લેવામાં આવશે.
ઉમેદવારો માટે મહત્વપુર્ણ છે પરીક્ષા કેલેન્ડર
UPSC કેલેન્ડર 2024 સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓ વિશે માહિતી જાહેર કરી છે. યુપીએસસી (UPSC)2024 પરીક્ષા કેલેન્ડર આ પરીક્ષાઓમાં આપવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મુલ્યવાન સંસાધન તરીકે કામ કરી રહી છે.
UPSC પરીક્ષા કેલેન્ડર 2024માં યોજાનારી આ વિવિધ પરીક્ષાઓ માટે સુચનાઓ, ફોર્મ જમા કરાવવા અને પરીક્ષા શરુ થવાની તારીખો સામેલ છે.
UPSC Calender 2024: પરીક્ષાની તારીખો
- એન્જીનિયરિંગ સેવા (પ્રારંભિક) પરીક્ષા 18 ફેબ્રુઆરી, 2024
- સંયુક્ત ભૂ-વૈજ્ઞાનિક (પ્રારંભિક ) પરીક્ષા 18 ફેબ્રુઆરી 2024
- CISF એસી (EXE)LDCE તા. 10 માર્ચ 2024
- એનડીએ અને એનએ પરીક્ષા (I) 21 એપ્રિલ 2024
- CDS પરીક્ષા (I)- 21 એપ્રિલ, 2024
- સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા- 26 મે, 2024
- ભારતીય વન સેવા (પ્રારંભિક) પરીક્ષા- 26 મે, 2024
- IES/ISS પરીક્ષા-21 જૂન, 2024 (પરીક્ષાનો સમયગાળો ત્રણ દિવસનો છે )
- સંયુક્ત ભૂ-વિજ્ઞાની (મુખ્ય) પરીક્ષા- 22 જૂન, 2024 (પરીક્ષાની અવધિ 2 દિવસ છે )
- એન્જિનિયરિંગ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા- 23 જૂન, 2024
- સંયુક્ત તબીબી સેવાઓ પરીક્ષા- 14 જુલાઈ, 2024
- સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (AC) પરીક્ષા- 4 ઓગસ્ટ, 2024
- એનડીએ. અને એન.એ. પરીક્ષા (II)- સપ્ટેમ્બર 1, 2024
- C.D.S. પરીક્ષા (II)- સપ્ટેમ્બર 1, 2024
- સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા- 20 સપ્ટેમ્બર, 2024
- ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા- 24 નવેમ્બર, 2024