Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ

ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા જવા માંગે છે. તેણે હેડ ઓફિસ દિલ્હીથી વિઝા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેનેડાએ હજુ સુધી તેના નિર્ણય પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.

જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો હતો આરોપ

મુંબઈ ઓફિસમાં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે, નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે. હાલમાં કચેરીમાં તમામ પ્રક્રિયાઓ બંધ છે. વિઝા સંબંધિત તમામ કામ હવે દિલ્હી ઓફિસમાંથી થશે. ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જે બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે.

કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા

આ પછી કાર્યવાહી કરીને કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. તે જ સમયે સામે જવાબ આપતા ભારતે કેનેડિયન રાજદ્વારીને પણ હટાવી દીધા. આ પછી શુક્રવારે કેનેડાની સરકારે માહિતી આપી કે, તેણે ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે.

વિરોધના ઉઠી રહ્યા છે અવાજો

કેનેડાના આરોપો બાદ ભારતે તેમના પ્રત્યે કડક વલણ દર્શાવ્યું છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેનેડાએ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમજ તેણે કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. કહેવાય છે કે ભારત સિવાય કેનેડા એવો દેશ છે જ્યાં શીખોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે. કેનેડામાં ઘણી વખત ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.