Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

BIMSTECના આગામી મહાસચિવ બન્યા ઇન્દ્રમણિ પાંડે, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી

BIMSTECના આગામી મહાસચિવ બન્યા ઇન્દ્રમણિ પાંડે, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી

બે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)ના નવા મહાસચિવની આજે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પહેલી વખત કોઈ ભારતીયના ખભા પર જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્દ્રમણિ પાંડેની BIMSTECના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતા આ સમાચાર શેર કરતા કહ્યું કે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરતી બંગાળની ખાડીની મુખ્ય પ્રાદેશિક સંસ્થા BIMSTECના મહાસચિવ તરીકે મારી નિમણૂકએ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.

BIMSTECનું મુખ્યાલય ઢાકામાં છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. નવી જવાબદારી મળવા પર, ઇદ્રમણિ પાંડેએ BIMSTECના મહાસચિવની પ્રતિષ્ઠિત અને પડકારજનક જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર વ્યક્ત કર્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.