ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવારને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કરી બાળકી સાથે અમાનવીય કૃત્યના મામલામાં દાખલારૂપ સજા ફટકારી છે. કોર્ટના આ હુકમથી બાળકીઓ પર ખરાબ દાનતથી નજર કરતા પહેલા વ્યક્તિ 100 વાર વિચાર કરે તેવું ઉદાહરણ બેસાડવામાં આવ્યું હોવાનું મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું.
બાળકીને સતત જાતીય સતામણી કરતો હતો
સગીરા સ્કુલે જતી હતી તે દરમ્યાન વાનનો ડ્રાઈવર બાળકીને સ્કૂલેથી ઘરે મુકવાના સમય દરમ્યાન ગંભીર ગુનો કરી બાળકીને સતત જાતીય સતામણી કરતો હતો અને માતાએ બાળકીના ગુપ્ત ભાગે ઇજાનાના નીશાન નજરે પડતા પૂછતાં બાળકીએ હકીકત જણાવી હતી
ઘટનાની વિગત ઉપર નજર કરીએતો ભોગબનનારની ઉંમર ફક્ત ૩ વર્ષની હતી. દીકરીને સ્કુલમાં અભ્યાસ અર્થે નસૅરીમાં દાખલ કરેલી હતી અને તેના માટે સ્કૂલે જવા આવવા માટે આ કેસના આરોપી ચેતનભાઈ ઉર્ફે ચિરાગ મોદી કે જેની ઈકો ફોર વ્હીલ જેનો નંબર – GJ16 BK 185, ચાલવતો હતો તે સગીરાનુ ધરેથી સવારના 8.45 કલાકે લઈ જતો હતો અને સ્કૂલ છુટે બપોરના સમયે 13 .10 કલાકે પરત મુકવા માટે આવતો હતો.
બાળકીના ગુપ્તાંગમાં ઈજાઓ નજરે પડતા બળાત્કાર ગુજારાયાનો ભાંડો ફૂટ્યો
આરોપી ચેતનભાઇ ઉર્ફે ચિરાગ મોદી દ૨૨ોજ ભોગબનનાને સવારે છેલ્લે લેવા માટે આવતો હતો અને પરત મુકવા માટે પણ છેલ્લે જ આવતો હતો. તા.૨૮.૧૧.૨૦૧૮ ના રોજ ભોગબનાનરના પિતા ફરીયાદી નોકરી ઉપર ગયેલ હતા અને તે દિવસે રાત્રીના સમયે ભોગબનનારની માતાએ પોતાના પતિને ફોન કરી જણાવેલ કે ભોગબનનારને ગુપ્ત ભાગે લોહીના ડાધ છે અને જેથી ફરીયાદી પોતાની દીક૨ી માટે નોકરી છોડી રાત્રીના ધરે આવેલા હતા અને ત્યાર બાદ બાળકીને સમજાવીને પુછતાં ભોગબનનારે બનાવની હકીકત જણાવેલી અને કહેલું કે ઈકોવાળા ચેતન અંકલ મારા સાથે ગંદુ ગંદુ કરે છે અને ગુપ્ત ભાગ બતાવીને મને ત્યાં મારે છે બાળકીની માટે બાળકી સાથેની વાતચીતનું મોબાઈલમાં રેકોડીંગ કરી લીધું હતું. આરોગ્ય તપાસમાં બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ થઈ હતી.
કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો : પરેશ પંડ્યા – મુખ્ય સરકારી વકીલ
ઘટનાની ગંભીરતા જોઈ ભોગબનનારની માતાએ તેની ફરીયાદ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. ગુનો ઈ.પી.કોની કલમ ૩૭૬(બી) તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર સેક્સ્યુલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ ની કલમ-૪ અને ૬ મુજબનો નોંધાયેલો હતો. આ કેસ ભરૂચના એડીશનલ એન્ટ ડી. સે. જડજ અધ્વર્યુ સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતાં આરોપી વિરૂધ્ધનો બળાત્કાર તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ તરફે જીલ્લા સરકારી વકીલ પરેશ બી પંડયાની દલીલ માન્ય રાખી આરોપી ચેતન રમેશચંદ્ર મોદીને ગુનામાં કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા અને રૂપિયા દોઢ લાખ દંડ ફટકરેલો છે તેમજ ભોગબનનાર ને વળતર તરીકે ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કરેલો છે.