આ પ્રસંગે પૂજ્ય પંડિત મહારાજે જણાવ્યું હતું કે ‘વસુધૈવ કુટુંબકમ’ની ફિલસૂફી એ કોઈ નવીન વિભાવના નથી પરંતુ ભારતીય પરંપરાઓમાં ઊંડે ઊંડે જડાયેલો એક પ્રાચીન સિદ્ધાંત છે. હજારો વર્ષોથી ફેલાયેલા જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મના ગ્રંથો આ ખ્યાલની સાક્ષી આપે છે. વિશ્વભરમાં અસ્થિરતા અને અસુરક્ષા વ્યાપ્ત દેખાય છે ત્યારે વસુધૈવ કુટુંબકમ આશાની એકમાત્ર દીવાદાંડી તરીકે ઉભરી આવે છે.
વર્તમાન કપરા કાળમાં એકીકૃત વિશ્વ એ વિશ્વને એક પરિવારમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે અને એક પરિવાર બનીને બનાવેલી સમાનતા એ સુમેળ અને સ્થિરતા માટેનું અતિ મહત્વનું અંગ બની રહેશે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ના પાયામાં મૂળભૂત માન્યતા રહેલી છે, જે સંસ્કૃતમાં સંક્ષિપ્તમાં સર્વેષામ્ હિતે આત્મનઃ હિતમ્ (બધાના ઉત્થાનમાં મારું ઉત્થાન સમાયેલું છે) તરીકે વ્યક્ત કરવામાં આવી છે.
આ ભાવના વિશ્વને ભારતના સોફ્ટ પાવરની ભેટ છે. બે-દિવસીય સેમિનારમાં સહભાગીઓએ ઉભરતી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા વસુધૈવ કુટુમ્બકમની ફિલસૂફીને વ્યવહારીક રીતે અમલમાં મૂકવાની રીતો અને માધ્યમોની ચર્ચા કરી હતી. સેમિનારના પેનલિસ્ટોમાં અરવિંદ ગુપ્તા, ડિરેક્ટર, વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સચિવ; કેપ્ટન આલોક બંસલ, ડિરેક્ટર, ઇન્ડિયા ફાઉન્ડેશન; એર Cmde. રંજન મુખર્જી – PwD માટે રાજ્ય કમિશનર, NCT દિલ્હી; અભિનવ પંડ્યા, સ્થાપક અને CEO, ઉસનસ ફાઉન્ડેશન; રાજીવ જૈન- ભૂતપૂર્વ IB ચીફ, અંશુમાન ત્રિપાઠી- NSAIના સભ્ય, Come Carpentier le Gourdon, વર્લ્ડ અફેર્સ જર્નલના એડિટોરિયલ બોર્ડના કન્વીનર; જક્ષય શાહ- ચેરમેન, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા; સિદ્ધાર્થ શાહ, સહ – સ્થાપક અને CEO, PharmEasy; લેફ્ટનન્ટ જનરલ ડૉ. રાકેશ શર્મા, પ્રતિષ્ઠિત ફેલો VIF અને CLAWS અને લેફ્ટનન્ટ જનરલ આર.કે. સાહની VIF ના કેન્દ્રીય વડા અને વરિષ્ઠ ફેલો, રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ અને આંતરિક સુરક્ષા વગેરે હતા.