વિટામિન ડી અને સૂર્યપ્રકાશ
આજકાલ મોટાભાગના લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાય છે. શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો આપણે વિટામિન ડીની ઉણપથી બચવું હોય તો સૂર્યપ્રકાશ લેવો ખૂબ જ જરૂરી છે. વિટામિન ડી માટે તમારે દૂધ અને દહીં ખાવું જોઈએ. જે તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક છે.
વિટામિન ડીની સમસ્યા એક મોટું કારણ બનવા જઈ રહી છે. જે લોકો દિવસભર ઓફિસમાં રહે છે. તેમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ લોકો સૂ્ર્યપ્રકાશથી બચી રહ્યા છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે, તડકાથી સ્કિનનો રંગ કાળો પડી જાય છે. આ કારણે લોકો તડકાથી બચે છે પરંતુ શરીરને ફિટ રાખવા અને વિટામિન ડી માટે તડકો લેવો ખુબ જરુરી છે. એ માનવું જરુરી છે કે, ક્યાં સમયે સૂર્યપ્રકાશ લેવો ફાયદાકારક છે. ચાલો જાણીએ ડોક્ટર પાસેથી.
10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશ લો
દિલ્હીમાં સફદરગંજ હોસ્પિટલમાં ડો. દીપક સુમન જણાવે છે કે, જો તમારે શરીરમાં વિટામિનને ઉણપથી બચવું છે તો તેના માટે સૂર્યપ્રકાશ જરુરી છે. જેના માટે તમારે સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશ લઈ શકો છો. આટલા સમયમાં શરીરને મોટી માત્રામાં વિટામિન ડી મળી જાય છે. પ્રયત્ન કરો કે, આ દરમિયાન તમે ચહેરો કવર કરીને રાખો. સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડીની ઉણપ ઓછી થશે. સાથે શરીર ફિટ રહેશે.
સૂર્યપ્રકાશ લેતા પહેલા પાણી પી લો
જો તમારી પાસે સમય નથી તો બપોરના 5 કલાકેની આસપાસ તડકામાં બેસી શકો છો. સવારે અને બપોરનો સૂર્યપ્રકાશ ફાયદાકારક હોય છે. હવે શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે, તેથી આ સમય દરમિયાન તમે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ લઈ શકો છો, પરંતુ આ દરમિયાન ધ્યાન રાખો કે તમારું શરીર હાઇડ્રેટેડ રહે. સૂર્યપ્રકાશ લેતા પહેલા એક કે બે ગ્લાસ પાણી પીવો.
સૂર્યપ્રકાશ ઉપરાંત તમારે તમારા આહાર પર પણ ધ્યાન આપવાની જરૂર છે. વિટામિન ડી માટે તમારે દૂધ અને દહીં ખાવું જોઈએ. આ સિવાય શિયાળાની ઋતુમાં ડ્રાય ફ્રૂટ્સ પણ લેવા જોઈએ.