ઉત્તર પ્રદેશના અયોધ્યા માં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર )નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના નિર્માણ કાર્યનો ભવ્ય વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર શેર કરાયેલા વીડિયોમાં જોવા મળ્યું રહ્યું છે કે, અહીં કારીગરો મંદિરનું નક્શી કામ કરી રહ્યા છે. ઉપરાંત રામ મંદિરની ભવ્યતા પણ જોવા મળી રહી છે.
500 वर्षों के संघर्ष की परिणति pic.twitter.com/z5OTXivUFL
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 26, 2023
શ્રી રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે
ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જાહેર થઈ ગઈ છે. રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ વસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગઈકાલે આ અંગેની માહિતી આપી છે. મહાસચિવ ચંપત રાયે ગઈકાલે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ આમંત્રણ સ્વિકારવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નિર્ધારીત થઈ ગઈ છે.
PM મોદીએ કહ્યું, ‘હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર આમંત્રણ અંગેની જાણકારી આપતા લખ્યું કે, ‘જય સિયારામ ! આજનો દિવસ ખુબ જ ભાવનાઓથી ભરેલો છે. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા અવસરે અયોધ્યા આવવા મને આમંત્રણ આપ્યું છે. હું પોતાને ખુબ ધન્ય અનુભવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે, મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ…