વડાપ્રધાન નરેન્દ્ર મોદી30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. તેમના કાર્યક્રમ મહેસાણા અને કેવડિયા એમ બે જગ્યાએ નિશ્ચિત કરવામાં આવ્યા છે. 30મી ઓક્ટોબરે તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુના એક સમારોહમાં જ્યારે 31મીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે પરેડમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. ત્યારે તેમનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. જે પછી તેઓ 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. તો 31મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.