ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જેથી ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુક્સાન સર્વે પૂર્ણ થઈ ગયો હોવાનું નિવેદન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે. સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. ખેડૂતોને આ આશ્વાસન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે.
જામનગરમાં કૃષિપ્રધાને નિવેદન આપ્યુ કે કોઈપણ સહાય માટે સરકારની નાણાકીય વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી પ્રક્રિયા કરવી પડતી હોય છે. સર્વે કરવામાં આવે ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે મુખ્યપ્રધાન મંજૂરી આપે ત્યારબાદ સહાય જાહેર કરવામાં આવે છે.