વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતના વિઝન અંતર્ગત ગુજરાત અને દેશભરમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જે બુલેટ ટ્રેન શરૂ થતા લોકોને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક અતિ આધુનિક સુવિધા મળી રહેશે તેમ જ લોકોનો સમય પણ બચશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લોકોને આધુનિક અને ઝડપી સુવિધા સાથે આકર્ષણના સ્થળો પણ જોવા મળશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિભાગ દ્વારા એક માહિતી બહાર પાડીને જાહેર કરવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે રંગ રૂપ આપવામાં આવશે. જેથી તે શહેરનો વારસો બુલેટ ટ્રેન સ્ટેશનોમાં જોઈ શકાય અને તે વારસો દરેક શહેર, જિલ્લા, રાજ્ય અને દેશભરમાં પ્રસરે.
શહેર અને MAHSR સ્ટેશનોની ઓળખ આ રીતે અપાશે
1. સુરત HSR સ્ટેશન
સુરત શહેર તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, જેથી બુલેટ સ્ટેશનની ડિઝાઇન હીરા અને તેના ઉદ્યોગોના પાસાને ધ્યાને રાખી બનાવાઇ છે. જે સુરત શહેરની ઝાંખી કરાવશે.
સ્ટેશનની વિગત
- સ્ટેશન સુરત જિલ્લાના અંત્રોલી ગામમાં આવેલું છે
- સ્ટેશનનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 58,352 ચોરસ મીટર છે
- સ્ટેશનની કુલ ઊંચાઈ – 26.3 મીટર
- સુરત સ્ટેશનનું 450 મીટર લાંબુ કોન્કોર્સ અને 450 મીટર લાંબુ રેલ લેવલ પૂર્ણ થયું છે.
2. આણંદ HSR સ્ટેશન
- આણંદ દૂધ અને સફેદ ક્રાંતિ સાથે જોડાયેલું છે. માટે તે સ્ટેશનને તેવી ડિઝાઇન આપવામાં આવી છે. જે આણંદને રિપ્રેજેન્ટ કરશે.
સ્ટેશનની વિગત
- સ્ટેશન નડિયાદ જિલ્લાના ઉત્તરસંડા ગામમાં આવેલું છે.
- સ્ટેશનનો બિલ્ટ-અપ વિસ્તાર 44,073 ચોરસ મીટર છે.
- સ્ટેશનની કુલ ઊંચાઈ જમીનના સ્તરથી 25.6 મીટર છે.
- આણંદ એચએસઆર સ્ટેશનનો 425 મીટર લાંબો કોન્કોર્સ અને 425 મીટર લાંબો રેલ લેવલ સ્લેબ પૂર્ણ કરવામાં આવ્યો છે.
3. વાપી HSR સ્ટેશન
વાપી HSR સ્ટેશનના અગ્રભાગ અને આંતરિક ભાગોની ડિઝાઇન માટેનો ખ્યાલ ઝડપનું પ્રતિનિધિત્વ કરશે.
સ્ટેશનની વિગત
- સ્ટેશન વાપી-સિલવાસા રોડ, વાપી ખાતે ડુંગરામાં આવેલું છે
- સ્ટેશનનો બિલ્ટ-અપ વિસ્તાર 28,917 ચોરસ મીટર છે
- સ્ટેશનની કુલ ઊંચાઈ આશરે છે. ગ્રાઉન્ડ લેવલથી 22 મીટર
- સ્ટેશન માટે 100 મીટર લાંબો રેલ લેવલ સ્લેબ નાખવામાં આવ્યો છે
4. અમદાવાદ HSR સ્ટેશન
- અમદાવાદ બુલેટ સ્ટેશન શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો દર્શાવતું હશે. છત પર અનેક પતંગો સાથેની ડિઝાઇન, જ્યારે આઇકોનિક સિદ્દી સૈયદની જાળીની પેટર્ન પણ જોવા મળશે.
સ્ટેશનની વિગત
- સ્ટેશનને લગભગ એક વિસ્તારમાં બનાવવાની યોજના છે. પ્લેટફોર્મ નં. 10, 11 અને 12 ઉપરના હાલના પશ્ચિમ રેલવે સ્ટેશન ઉપર 38,000 ચોરસ મીટર
- સ્ટેશનની કુલ ઊંચાઈ: ગ્રાઉન્ડ લેવલથી 33.73 મીટર
- સ્ટેશનનો 435 મીટર લાંબો કોન્કોર્સ લેવલ સ્લેબ નાખવામાં આવ્યો છે.
HSR સ્ટેશનના રેલ લેવલ સ્લેબ કોન્કોર્સ લેવલ સ્લેબની વિગત જોઈએ તો. સુરત 450 મીટરનું સંપૂર્ણ કામ પૂર્ણ થયુ છે. આણંદમાં પણ સંપૂર્ણ 425 મીટરનું કામ થયુ છે. અમદાવાદનું કામ શરૂ છે. જ્યાં 435 મીટર કામ પૂર્ણ થયુ છે. તો વાપીમાં 100 મીટર કોન્કોર્સ માત્ર ગ્રાઉન્ડ લેવલ પર કામ પૂર્ણ થયુ છે. અન્ય ચાર સ્ટેશનો એટલે કે બીલીમોરા, ભરૂચ, વડોદરા અને સાબરમતીનું કામ બાંધકામના વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે.