લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર)પર યુઝર્સ માટે બે નવા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. પ્રીમિયમ+ ટાયરનો દર મહિને US$16નો ખર્ચ થશે. યુઝરને આમાં જાહેરાતો નહીં દેખાય. આ સાથે યુઝરને પેજ ડિટેલિંગ ફીચર પણ મળશે.
introducing Premium+
– no ads in For You or Following
– largest boost for your replies (vs other Premium tiers or unverified users)
– access to our full suite of creator tools
now available on Web ✌️
subscribe here → https://t.co/Ywvyijo9CQ
— Premium (@premium) October 27, 2023
એ વાત તો નોંધનીય છે કે એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યું હતું. ત્યાર બાદ તેણે ટ્વિટરમાં મોટા ફેરફારો કર્યા છે. ટ્વિટરે તેનું નામ બદલીને X કર્યું. તેણે પૈસા કમાવવા માટે ઘણી રીતો અપનાવી છે. યુઝર્સ માટે સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.
એવામાં હવે એલોન મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના યુઝર્સ માટે બે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા છે. મેક્સે પોતે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આમાં નવા પ્રીમિયમ પ્લસ પ્લાન (પ્રીમિયમ+)નો સમાવેશ થાય છે, જેમાં કોઈ જાહેરાતો બતાવવામાં આવશે નહીં. જ્યારે બીજો પ્લાન નવો એન્ટ્રી લેવલનો બેઝિક પ્લાન છે.
Two new tiers of X Premium subscriptions launching soon.
One is lower cost with all features, but no reduction in ads, and the other is more expensive, but has no ads.
— Elon Musk (@elonmusk) October 20, 2023
આ બંને નવા પ્લાનની કિંમત
નવા એન્ટ્રી લેવલ બેઝિક પ્લાનની કિંમત ($3/મહિને) એટલે કે લગભગ રૂ. 250 પ્રતિ મહિને (વેબ) માટે છે, જે જાહેરાતો બતાવશે. તેમાં પોસ્ટ એડિટ, પોસ્ટ અન્ડું, SMS 2fA અને કસ્ટમાઇઝેશન સુવિધાઓ જેવી મોટાભાગની મૂળભૂત સુવિધાઓ શામેલ છે પણ તેમાં ક્રિએટર ફીચર્સ અને ચેક માર્ક ઉપલબ્ધ નથી.
જો તમે બિલકુલ જાહેરાતો જોવા નથી માંગતા, તો તમારે પ્રીમિયમ+ પ્લાન માટે જવું પડશે, જેની કિંમત ($16/મહિને) એટલે કે લગભગ રૂ. 1300 પ્રતિ મહિને (વેબ) છે. જેમાં યુઝર્સને રિપ્લાય બૂસ્ટનો વિકલ્પ મળશે. તમારા માટે અને નીચેના ફીડ્સમાંથી જાહેરાતો દૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવશે.