રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક (Bank) અથવા એનબીએફસી (NBFC) કંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (CIR) લેવામાં આવે તો તેની સુચના MMS અને Email દ્વારા આપવી પડશે.
RBIએ કેમ લીધો આવો નિર્ણય
કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના સમયમાં કોઈ વ્યક્તિ દ્વારા બેંકમાં લોન માટે અરજી કર્યા પછી મોટાભાગે એવું જોવા મળતું હતું કે, ગ્રાહકો પાસે બીજી બેંકોની ઓફર્સ અને કોલ આવવા લાગતા હતા. તેની પાછળનું કારણ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપની દ્વારા તે વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ અન્ય બેંકોને શેર કરવામાં આવતો હતો. અને આ જાણકારી લોન માટે અરજી કરનાર વ્યક્તિને નથી હોતી.
કોઈ વ્યક્તિનો CIR લેવામાં આવે તો તેની સુચના MMS અને Email દ્વારા આપવી
કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક (Bank) અથવા એનબીએફસી (NBFC) કંપની દ્વારા કોઈ વ્યક્તિનો ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (CIR) લેવામાં આવે તો તેની સુચના MMS અને Email દ્વારા આપવી જોઈએ. આરબીઆઈએ બેંકો અને એનબીએફસીની સલાહ આપી છે કે એક જાગૃતતા કેમ્પેઈન ચલાવો અને મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સુધી ફાયદાઓ પહોચાડો.
હવે મળશે ફ્રીમાં ક્રેડિટ રિપોર્ટ
RBI તરફથી જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ ઈન્ટીટ્યુશનને ગ્રાહકોને કેલેન્ડર વર્ષમાં એકવાર ફ્રી ક્રેડિટ રિપોર્ટ આપવો જોઈએ. અને તેના માટે વેબસાઈટ પર એક લિંક પણ મુકવામાં આવશે, જેથી ગ્રાહક સરળતાથી ફ્રીમાં ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે.