Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

‘ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપન રોકવું જોઈએ’: યુદ્ધ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ ભડક્યા

‘ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપન રોકવું જોઈએ’: યુદ્ધ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ ભડક્યા

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની અપીલ કરી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. હાલમાં ઈઝરાયેલી સેનાએ પેલેસ્ટાઈન ક્ષેત્રો પર હુમલા વધારી દીધા છે.

આવી સ્થિતિમાં ઈઝરાયેલે ચાલી રહેલા માનવીય સંકટને વધુ ખરાબ કરી નાખ્યો છે. એર્દોગને પોતાની પોસ્ટમાં કહ્યું કે, ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપનને રોકવલું જોઈએ અને પોતાના હુમલા સમાપ્ત કરવા જોઈએ.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.