ભુવનેશ્વરમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અમૃત કળશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ વિશેષ ટ્રેન 270 કળશ લઈ રાજધાની દિલ્લી માટે રવાના થઈ ગઈ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ત્યારે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું કે આજે સૌભાગ્યનો દિવસ છે તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર વીરાંગનાઓના ગામ, શહેર અને પંચાયતોની માટી એકઠી કરવાનું અભિયાન પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે.
ગામ ગામથી આવી માટી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ વધુમાં જણાવ્યું કે મારી માટી મારો દેશ અભિયાન ઓડિશાના દરેક ગામ, દરેક પંચાયત અને દરેક શહેરમાં ચલાવવામાં આવ્યું છે. અહીંના 13250 ગામોમાંથી માટી એકઠી કરવામાં આવી છે. આઝાદીથી લઈ અત્યાર સુધી જે મહાપુરૂષોએ પોતાના બલિદાન આપ્યા છે, તે તમામ ગામ સુધી અમે પહોંચ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે આજે 1400 પ્રતિનિધિ દિલ્લી માટે રવાના થયા છે. અમૃત મહોત્સવના સમાપન પર અમૃત વાટિકાનું નિર્માણ થશે.
#WATCH | Bhubaneswar, Odisha: Union Minister Dharmendra Pradhan flags off 'Amrit Kalash Yatra' special train as a part of 'Meri Maati Mera Desh' campaign pic.twitter.com/6gBvXmMKcp
— ANI (@ANI) October 28, 2023
કર્તવ્ય પથ પર રાખવામાં આવશે માટી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ અભિયાનમાં આખા પ્રદેશમાં તમામ લોકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તમામ લોકોએ કોઈ પણ પ્રકારના ભેદભાવને ભૂલી વડાપ્રધાન મોદીનું આહ્વાનનું સમર્થન કર્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીની ધરતીથી વીરોનો શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે કર્તવ્ય પથ પર રાખવા માટેની માટી મોકલવામાં આવી છે.