ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિવારો સાથે મુલાકાત કરી છે. જેમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારત સરકાર આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે અને તમામ ભારતીયોને સજાથી બચાવવા માટે ઝડપી પ્રયાસો કરી રહી છે.
Met this morning with the families of the 8 Indians detained in Qatar.
Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families.
Underlined that Government will continue to make all efforts to secure their release.…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023
જયશંકરે આપ્યું આશ્વાસન
આ મુલાકાત વખતે જયશંકર એ કહ્યું કે અમે તમારી ચિંતાઓને સમજીએ છીએ. સરકાર તેમને મુક્ત કરાવવા તમામ પ્રયાસો કરશે. આ મામલે પરિજનો સાથે પણ સંપર્કમાં રહેવાશે.
કતારે કરી છે ફાંસીની સજા જાહેર
ઉલ્લેખનીય છે કે કતારની એક કોર્ટે 8 જેટલાં ભારતના પૂર્વ નેવી ઓફિસરોને મૃત્યુદંડની સજા ફટકારી છે. કતારનો આરોપ છે કે આ બધા લોકો કતારની જાસૂસી કરી દેશ માટે ખતરો બની ગયા હતા. ગત વર્ષે આ લોકોની ધરપકડ કરાઈ હતી. તેમના પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો. તેમના પર ઈઝરાયલ માટે કતારના સબમરીન પ્રોજેક્ટની ગુપ્ત માહિતી ચોરવાનો આરોપ છે.