ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે લખનઉના એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતની આ સતત છટ્ઠી જીત હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ભારતની બોલિંગ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ હતી જેણે ચાહકોનું ધ્યાન પોતાનુઈ તરફ ખેંચ્યું હતું.
Vande Mataram 🤝 Light show.
– This is goosebumps 🇮🇳#INDvsENG #IndiaVsEngland #RohitSharma𓃵 #Karmapic.twitter.com/Ba45qlSDC9
— Aanchal (@SweetLilQueen) October 29, 2023
હજારો પ્રેક્ષકોએ એક સાથે ગાયું વંદે માતરમ્
લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ જોવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા હતા. મેચ બાદ સ્ટેડિયમમાં લાઈટ શો દરમિયાન આ હજારો પ્રેક્ષકોએ એક સાથે વંદે માતરમ્ ગાયું હતું. આ દ્રશ્ય જોઈ લોકો ભાવુક થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ભારત પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચ્યું
ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે.