ગુજરાતના રાજકારણ માટે એમ કહેવાય કે તે ક્યારેય એગ્રેસીવ રહ્યું નથી અને સાથે સતત ઉતાર ચઢાવની સ્થિતિ પણ ઘણા ઓછા સંજોગોમાં જોવા મળે. મુખ્યત્વે બે પક્ષ વચ્ચે ચાલતી રહેતી ગાંધીનગરની નવાજુનીમાં ત્રીજો પક્ષ હંમેશા ધોવાઈ જતો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે ક્યારેક રાજકારણના નામે અસંતુષ્ટો હવાબાજી કરીને પોતાનો રોટલો શેકી નાખતા હોય કે પછી મક્કમતા અને મૃદુતા વચ્ચે સુકાન સંભાળી રહેલાને હલાવવાની નિષ્ફળ પેંતરાબાજી કરી નાખતા હોય છે.
ગુજરાતના રાજકારણમાં થોડા સમય પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલને લઈને આવી જ પાયા વિહોણી વાતો વહેતી થઈ હતી કે તેમના પુત્રની માંદગી વચ્ચે તેમના સીએમ પદ પર જોખમ ઉભુ થઈ શકે છે. જો કે સમયાંતરે સીએમ કરતા પીએમ નરેન્દ્ર મોદી જ તેનો છેદ ઉડાડી મુકવા માટે નરેન્દ્ર અને ભુપેન્દ્રની જોડીનું ઉદાહરણ આપતા રહે છે. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે રહ્યા અને તેમાં પણ તેમણે જે સંકેત આપ્યા તે સીએમ ભુપેન્દ્ર પટેલ માટે સૌ સારા વાના બરાબર ના જ હતા.
રાજકીય પંડિતોનું માનીએ તો ગુજરાતની મહત્વની બેઠકો અને કાર્યક્રમો વચ્ચે પણ પીએમ મોદીએ જે તસવીરે શેર કરી તેનું મહત્વ ઘણું છે. પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટથી લઈને કેવડિયા સુધી ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી. સીએમ ભુપેન્દ્ર પટેલના પૂત્ર અનુજને આવેલા બ્રેઈન સ્ટ્રોક બાદ તેની તબિયત લથડી હતી અને સારવાર પણ લાંબી ચાલી હતી. પીએમ એ તેમના પૂત્ર સાથે તબિયતની ખબર કાઢતી તસવીર શેર કરી તે સ્પષ્ટ કરે છે ગુજરાતની સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલ જ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર અસ્તિત્વ માં આવી એના 4 જ મહિનામાં તેમના પુત્ર અનુજ પટેલ એ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. 30 એપ્રિલે અનુજ પટેલ ને પહેલા કે ડી હોસ્પિટલ દાખલ કરાયા ત્યાર બાદ મુંબઈ ખાતે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સતત 5 મહિના સુધી હોસ્પિટલ ની સારવાર બાદ 5 સપ્ટેમ્બર અનુજ પટેલ ને ગુજરાત પાછા લાવવામાં આવ્યા. જો કે આ સમય દરમ્યાન સીએમ બદલવાની વાતો એ રાજકીય ગલીયારા માં જોર પકડ્યું હતું.
અલબત્ત એ સમયે પણ હાઈ કમાન્ડ ભૂપેન્દ્ર પટેલ સાથે હોવાની સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી.ગુજરાત ને લઈ છેલ્લા કેટલાય સમય થી દિલ્હી માં મંથન ચાલી રહ્યું છે. પીએમ નિવાસ્થાને મોડી રાત સુધી બેઠક બાદ ગાંધીનગરમાં પણ સતત મોડી રાત સુધી બેઠકો ની દોર ચાલ્યો જેમાં સરકાર, સગઠન તથા બોર્ડ નિગમ ના તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ. સરકાર ના કેટલાક મંત્રીઓ ના નબળા પર્ફોમન્સ પર પણ ચર્ચા થઈ તો સંગઠન ની ખાલી જગ્યાઓ તેમજ બોર્ડ નિગમ ની નિયુક્તિઓ અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
આ તસવીર ને ટ્વીટ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ એ લખ્યું હતું “આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.”