આજે જો કોઈ વસ્તુ આપણને સૌથી વધુ પરેશાન કરે છે તો તે છે મોટું થયેલું પેટ. હા, આજે 80% લોકો પેટની વધેલી ચરબીથી પરેશાન છે. આ મોટું પેટ કોઈપણ કારણસર અને કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિને પરેશાન કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ ડિલિવરી પછી તેનાથી પરેશાન રહે છે, ત્યારે પુરુષો તેમની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીથી તેને આમંત્રણ આપે છે અને આજે કિશોરો પણ પેટની ચરબીથી પરેશાન છે. તો ચાલો આજના વીડિયોમાં જાણીએ કે તમે આ વધેલી પેટની ચરબીને કેવી રીતે ઘટાડી શકો છો.
અગાઉથી કરો પ્લાનિંગ
વધતી જતી ઉંમર સાથે આ ચરબી હઠીલી બની જાય છે. ડાયટિંગ અને એક્સરસાઇઝ જેવા તમામ પ્રયાસો પછી પણ પેટની લટકતી ચરબી ઓછી કરવી આસાન નથી હોતી. તેથી જ્યારે પેટ પર ચરબી જમા થવા લાગે છે, ત્યારે તરત જ તમારી એક્ટિવિટી ચેર કરો. તેના પર નિયંત્રણ લાવો અને બેઠાડું જીવન હોય તો એક્ટિવ કરો. આ સાથે જો તમારે હજુ સુધી પેટની ચરબી નથી, તો તમારે આજથી જ તેના પર કામ કરવાનું શરૂ કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં તે તમારા માટે મુશ્કેલીનું કારણ ન બને.
બેલી ફેટને આ ટિપ્સની મદદથી કરો ઓછું
ગરમ પાણી– સવારે ઉઠીને તરત નવસેકું પાણી પીવું જોઈએ. જેથી કરીને પાચનક્રિયા સારી રહે છે. અને પેટની અંદરનો કચરો સાફ થાય છે. તેમાં કંઈ ન નાખો. તેનાથી મેટાબોલિઝમ વધે છે. તેનાથી બોડીમાં રહેલું ફેટ તુટે છે.
સવારે પાણી પીવું– નોર્મલ પાણી પણ પી શકાય છે, તેનાથી પેટ ભરેલું જ લાગે છે અને ફાલતુંનું કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. તેનાથી વધારાનું ખાવાથી બચીએ છીએ. આનાથી પેટમાં એક્સ્ટ્રા કેલરી નથી જાતી અને ફેટ વધવાથી બચીએ છીએ.
સુગર ઓછી કરવી – સુગર કેમિકલ પ્રોસેસિંગથી રિફાઈન કરવામાં આવે છે. તે શરીરમાં જાય ત્યારે તે ઈન્સ્યુલિન વધારે છે. અને આ ઈન્સ્યુલિનથી ફેટ વધે છે. એટલા માટે જ કહેવાય છે કે રિફાઈન કરેલી સુગર ડાયટમાં સામેલ ન કરવી જોઈએ.
ડાયટમાં પ્રોટિનની માત્રા વધારો– ખોરાકમાં પ્રોટિનની માત્રા વધારવી જોઈએ. પ્રોટિન એક એવું માઈક્રો ન્યુટ્રિન છે જે ધીમે-ધીમે પાચન થાય છે. એટલા માટે વારંવાર ભુખ નથી લાગતી અને વધારાનું ખાવા માંથી બચીએ છીએ.
સ્ટ્રેસ મેનેજ કરવો – ભાગદોડ વાળી લાઈફમાં સ્ટ્રેસ મેનેજ કરવો જરૂરી બની જાય છે. તેનાથી પણ ફેટ વધવાની સંભાવના છે. કેમ કે ચિંતાને લીધે વ્યક્તિને વારંવાર ખાવાનું મન થયા કરે છે.