IMD એ મંગળવારે સમુદ્રી હવા અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે ભારતીય મહાદ્વીપમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે. તેના કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. એટલે કે, નવેમ્બરમાં વધારે ઠંડી નહીં પડે.
નવેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, નવેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. લાંબા સમયથી નવેમ્બરમાં સરેરાશ 77 થી 123% વરસાદ રહ્યો છે. આ વર્ષે પણ તેટલો જ રહે તેવું અનુમાન છે. દ્વીપકલ્પના ભારતના દક્ષિણ ભાગો ઉપરાંત પૂર્વ, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વીય ભાગોમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે.
વિષુવવૃત્તીય પ્રદેશો (Equatorial Region)માં પ્રશાંત મહાસાગર પર અલ-નીનો જે એક ગરમ પવન છે તેનો જન્મ થાય છે. તેની હિંદ મહાસાગર પર સકારાત્મક અને નકારાત્મક બંને અસરો છે. તેના કારણે હિંદ મહાસાગર ડાઈપોલ (IOD)ની સ્થિતિ સર્જાય છે પરંતુ IMDએ જણાવ્યું કે અલ નીનોની સ્થિતિ આ સિઝન દરમિયાન ચાલુ રહેવાની શક્યતા છે. આગામી મહિનાઓમાં હકારાત્મક IOD સ્થિતિ નબળી પડશે, જેની ભારતીય ઉપમહાદ્વીપના હવામાન પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે.
મહાપાત્રાએ જણાવ્યું કે, નવા મોડલથી જાણવા મળ્યું કે, આગામી મોનસૂન સિઝનમાં ભારતમાં અલ નીનોની અસર થવાની શક્યતા નથી. અલ નીનો:- દક્ષિણ અમેરિકા નજીક પેસિફિક મહાસાગરમાં પાણી ગરમ થવાને કારણે ઉઠેલી ગરમ હવા સાથે સબંધિત કુદરતી ઘટના છે.