Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

બાંગ્લાદેશને આઝાદ કરાવવાની જંગ લડી રહ્યા છે ઈશાન ખટ્ટર, જન્મદિવસ પર રિલીઝ થયું ‘Pippa’નું જબરદસ્ત ટ્રેલર

બાંગ્લાદેશને આઝાદ કરાવવાની જંગ લડી રહ્યા છે ઈશાન ખટ્ટર, જન્મદિવસ પર રિલીઝ થયું ‘Pippa’નું જબરદસ્ત ટ્રેલર

બોલીવુડ એક્ટર ઈશાન ખટ્ટરે પોતાના જન્મદિવસ પર ચાહકોને એક ગિફ્ટ આપી છે. ઈશાનની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. ઈશાને તેના જન્મદિવસ પર ફિલ્મ ‘પિપ્પા’ની રિલીઝ ડેટનું કર્યું એલાન કરી દીધુ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ પિપ્પા આ દિવાળી પર 10 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ઈતિહાસના એક ઐતિહાસિક ક્ષણોની રોમાચંક કહાની છે. ઈશાનના જન્મદિવસ પર ‘Pippa’નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનની ગરીબપુરની લડાઈ બતાવવામાં આવી છે. જેણે આ બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આરએસવીપી અને સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સના બેનર હેઠળ રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત અને રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈશાન રીયલ લાઈફ વોર હીરો કેપ્ટન બલરામ સિંહ મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.