Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા

મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની  રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરી હતી.

પોલીસે જણાવ્યું કે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાં બે સુટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયા તો પોલીસના હોશ જ ઊડી ગયા. પોલીસે રોકડ જપ્ત કરી અને તેને આવકવેરા વિભાગને સોંપી દીધી.

અગાઉ ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. આ રકમ 2018માં આ પાંચ રાજ્યોમાં મળી આવેલી રોકડ કરતાં 7 ગણી વધુ છે. ચૂંટણીપંચ (Election Commission) રાજ્ય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપે છે. માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત બાદથી મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. જોકે 2018માં આ રકમ 239.15 કરોડ રૂપિયા હતી. અગાઉ ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકથી ચૂંટણી પંચે 1400 કરોડ રૂપિયાથી વધુની બેહિસાબી રોકડ જપ્ત કરી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.