Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ

ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ

ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કંતારા’ એ દર્શકોના મન પર એક ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે ‘કંતારા ચેપ્ટર 1’.આ ફિલ્મ વિશે એક અપડેટ આવ્યુ છે. ફિલ્મનું ધમાકેદાર ટીઝર રીલિઝ થઈ ગયું છે આ ટીઝર જોઇને ગુસબમ્પ્સ જરુર આવી જશે.

આ ટીઝરમાં, અભિનેતા-નિર્દેશક ઋષભ શેટ્ટી એક રસપ્રદ અવતારમાં જોવા મળે છે. આ સાથે આ વખતે પણ જે ગર્જના પ્રથમ ફિલ્મનો આત્મા હતી તે હજુ પણ અકબંધ છે. આ ટીઝરમાં રિષભ શેટ્ટીનું પાત્ર ઘણા રહસ્યોથી ઘેરાયેલું જોવા મળે છે.

આ ટીઝરમાં અભિનેતા અને દિગ્દર્શક ઋષભ શેટ્ટીને ભયાનક અને રસપ્રદ રૂપમાં બતાવવામાં આવ્યા છે, જે ખરેખર દર્શકોને નિંદ્રા વિનાની રાતો આપશે. ટીઝર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે આ પહેલી ફિલ્મ કરતાં વધુ રહસ્યમય અને અદભૂત હશે.

ટીઝરની વાત કરીએ તો તેની શરૂઆત જંગલથી થાય છે જેમાં ઋષબ શેટ્ટી દોડતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક ભયાનક સંગીત સંભળાઇ રહ્યું છે.

ફિલ્મનું શુટીંગ

કાંતારા ફિલ્મની સ્ટોરી અને કલાકારોના અભિનયએ દર્શકોને દિવાના બનાવી દીધા હતા. પહેલા ભાગ બાદ હવે ચાહકો ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે આવતા વર્ષે, ‘કાંતારા ચેપ્ટર 1’ હિન્દી અને કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને બંગાળી સહિત 7 ભાષાઓમાં રિલીઝ થશે.

આ ધમાકેદાર ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ થશે. ફિલ્મની કાસ્ટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક એક અલગ જ દુનિયામાં લઇ જાય છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.