મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને ટ્રેન્ડમાં બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો છે.
છત્તીસગઢમાં પણ તે કોંગ્રેસને સખત ટક્કર આપી રહી છે અને લીડ મેળવી લીધી છે. તેલંગાણામાં, જ્યાં પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક સીટ જીતી હતી, આ વર્ષે તે બપોરના 12:00 વાગ્યા સુધીના વલણો અનુસાર 10 સીટ પર આગળ છે. આવી સ્થિતિમાં ભાજપમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે સાંજે 5 વાગ્યાથી ભાજપના મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. તેઓ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
છત્તીસગઢમાં મોટી ઉથલપાથલના સંકેતો
ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં, છત્તીસગઢમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ કોંગ્રેસને હરાવીને આગળ ચાલી રહી છે. ભાજપ 53 અને કોંગ્રેસ 36 સીટો પર આગળ છે. જો કે આ વલણ છે અને અંતિમ આંકડો નથી. જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ આગળ હતી. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ટ્રેન્ડમાં પાછળ છે ત્યારે હાલ તો લાગી રહ્યું છે કે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બની રહી છે.
3 રાજ્યોમાં ભાજપનું સારું પ્રદર્શન
ચૂંટણી પંચના આકડા અનુસાર એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. બપોરે 12:00 વાગ્યાના આંકડા અનુસાર, મધ્યપ્રદેશમાં ભાજપ 161, રાજસ્થાનમાં 113 અને છત્તીસગઢમાં 53 બેઠકો પર આગળ છે. મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 199, તેલંગાણામાં 119 અને છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ ચાર રાજ્યોમાંથી બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાલમાં કોંગ્રેસનું શાસન છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે.
પ્રારંભિક વલણો અનુસાર, કોંગ્રેસ આ ત્રણ રાજ્યોમાં પાછળ છે અને ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. તે જ સમયે, તેલંગાણામાં BRS સત્તામાં છે અને કેસીઆર મુખ્ય પ્રધાન છે. જો કે, તેલંગાણામાં પ્રારંભિક તબક્કામાં, KCR બંને બેઠકો પર પાછળ છે અને કોંગ્રેસ અહીં બહુમતી તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસને બપોરના 12 વાગ્યા સુધીમાં 64 બેઠકો પર આગળ ચાલી રહી છે.
ઘણા રાજ્યોમાં ઉજવણી
તમને જણાવી દઈએ કે આ ત્રણ રાજ્યોમાં ભાજપની લીડ જે રીતે ટ્રેન્ડ દેખાય રહ્યો છે, તેમાં પાર્ટી કાર્યકર્તાઓમાં પણ ઉજવણી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી છે.