Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં

નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં

ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો.

સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રાવ સાથે,પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મીઠાઈથી એકમેકનું મોઢું મીઠું કરાયું હતું.

મહા મંત્રી નીલ રાવ એ આ ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાનીમાં અથાગ પ્રયત્નો અને જનજનના કરેલા વિકાસને આભારી હોવાનું ગણાવ્યું હતું.

આ વિજયને 2024 ની લોકસભાની સેમિફાઇનલ ગણાવી સ્પષ્ટ બહુમતી બદલ જનતાએ આપેલા જનાદેશને વધાવી ફરી 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.તથા જિલ્લા માંથી ગયેલ કાર્યકરો નો આભાર માન્યો હતો.

 

રિપોર્ટ – શૈશવ રાવ (નર્મદા)

 

https://www.youtube.com/watch?v=bWxTaHzzdTk

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.