મિચોંગ વાવાઝોડુ 13 કિલમીટર પ્રતિ કલાકની સ્પીડે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. પ્રભાવિત રાજ્યોના અનેક શહેરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છ. જેનાથી વાહનવ્યહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. તમિલનાડુમાં ચેન્નાઈના માર્ગો પર સબવે અને ઍરપોર્ટ પર રનવે સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલ કોલેજોમાં પણ વાવાઝોડાની ભયાનક અસરને જોતા રજા જાહેર કરી દેવાઈ છે. કેટલીક ટ્રેન અને ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડા મિચોંગની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જેમા આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠા વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા છે અને ભારે થી અતિ ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પ્રબળ શક્યતાઓ છે. આંધ્ર પ્રદેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ ખૂલાસો કર્યો છે કે ચક્રવાત મિચોંગ 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દક્ષિણ-પશ્ચિમ અને બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
પ્રભાવિત રાજ્યોના અનેક વિસ્તારોમાં એટલો વરસાદ છે કે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે. જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે. ચેન્નાઈના માર્ગો પર સબવે અને રનવે પાણી પાણી થઈ ગયા છે. જેના પગલે શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવી છે. અનેક ટ્રેન પણ પ્રભાવિત થઈ રહી છે.
14 સબવે થયા ઠપ્પ
ભારે વરસાદ અને તેજ હવાઓને કારણે ચેન્નાઈ ઍરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. અનેક ઉડાન પણ રદ્દ કરવામાં આવી છે જ્યાર અન્ય ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ચેન્નાઈ ઉપનગરીય ખંડોમાં અને ટ્રેન સેવા અસ્થાયી રીતે આજે રાત્રે 8 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જળભરાવને કારણે શહેરના 14 સબવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. ભારે પવનને કારણે 11 ભયજનત વૃક્ષોને ઉતારી લેવામાં આવ્યા છે.
અનેક ટ્રેન રદ્દ
આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં વાવાઝોડાને ધ્યાને રાખી સુરક્ષાને પગલે અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી. 4 અને 5 ડિસેમ્બર 2023 એ અમદાવાદથી ચાલતી ટ્રેન 12655 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ્દ રહેશે. 3 અને 4 ડિસેમ્બરે 2023એ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ્દ રહેશે, એ ઉપરાંત પણ અનેક ટ્રેનો રદ્દ રહેશે.
આ વિસ્તારોમાં સાર્વજનિક રજા
આંધ્ર અને તમિલનાડુના અનેક જિલ્લામાં તોફાનની અસર પડી શકે છે. આથી પ્રશાસને લોકોને રાહત અને બચાવની વ્યવસ્થા કરવામા આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. તોફાનથી પ્રભાવિક વિસ્તારોમાં બોટ અને અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં આજે સાર્વજનિક રજા છે. લોકોની સુવિધા માટ ચેન્નાઈ મેટ્રોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાનગી કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ સુવિધા આપી દેવામાં આવી છે. કાંઠા વિસ્તારોમાં રાહત માટે 121 મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવામાં આવ્યા છે. સાથે જ 4,967 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે.
IMD જારી કર્યુ એલર્ટ
વાવાઝોડાને કારણે આજે અને કાલે પણ ભારેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાયલસીમામા અનેક જગ્યાએ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. એલુંડી અને ઉતરાંધ્રમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની સંભાવના છે. તટ પર 80થી100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી છે અને સાંજના સમયે પવનની ગતિ વધીને 90 થી 110 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. આંધ્ર પ્રદેશ રાજ્ય ડિસાસ્ટર મેનેજમેનેટે માછીમારોને સમુદ્ર કાંઠે ન જવાની સલાહ આપી છે.