સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પી.એમ.યુ.વાય., એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ.+, જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશન યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. અને લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય, બેન્ક, મિશન મંગલમ, જલ જીવન, આઇ.આર.ડી. વગેરે યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને ૨૦૪૭ સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લીધી હતી.
આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પી.એમ.યુ.વાય., પી.એમ. કિશાન, પી.એમ.જે.એ.વાય, પી.એમ.જી.કે.એ.વાય યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય, ખેડા જિલ્લા પ્રભારી સચિવ, અધિક નિવાસી કલેકટર, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ, સમસપુર ગ્રામ પંચાયત સરપંચ, મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારી, ટી.ડી.ઓ., તલાટી, અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.