Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

ISISના ષડયંત્ર પર NIAની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 40થી વધુ સ્થળો પર દરોડા

ISISના ષડયંત્ર પર NIAની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 40થી વધુ સ્થળો પર દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ વહેલી સવારે દરોડા પાડ્યા હતા.

ISISના ષડયંત્ર વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દેશભરમાં અલગ-અલગ 40થી વધુ સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં પણ એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરોડામાં સૌથી મોટી વાત એ છે કે દરોડા થાણેના ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહ્યા છે.

ભારતમાં નેટવર્ક ફેલાવી રહ્યું છે ISIS

NIAના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના સાગરીતો દ્વારા ભારતની ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.