ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા. કોંગ્રેસ પાર્ટીએ કરેલ ભ્રષ્ટાચારના વિરોધમાં આ દેખાવો કરવામાં આવ્યા હતા.
નડિયાદ શહેરમાં સરદારની પ્રતિમા પાસે સ્ટેશન રોડ આજ રોજ બપોરે આ ધરણા-દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળી છે. કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં પ્લે કાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી,ખેડા જિલ્લા ભાજપમહામંત્રીઓ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, મહામંત્રી, નડિયાદ પાલિકા પ્રમુખ, નડિયાદ શહેર ભાજપ પ્રમુખ, ચકલાસી ભાજપ પ્રભારી વગેરે સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના નગરસેવકો, તમામ મોરચાના હોદ્દેદારો અને ટીમમ, નડિયાદમાં રહેતા જિલ્લાના હોદ્દેદારો, સ્કૂલ બોર્ડના સભ્યો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ – પ્રભારીઓ તથા કાર્યકર હાજર રહ્યા હતા.