Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર

લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર

RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિત ભ્રામક જાહેરાતો સામે ચેતવણી આપી હતી. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર નકલી જાહેરાતો આપીને લોન લેનારને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે લોન માફીની ઓફર કરીને ઋણધારકોને લલચાવતી કેટલીક ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે.

આ સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ઘણા અભિયાનોને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. આવી સંસ્થાઓ કોઈપણ સત્તા વિના “લોન માફી પ્રમાણપત્રો” જાહેર કરવા માટે સેવા/કાનૂની ફી વસૂલતી હોવાના અહેવાલો પણ છે.

લોકોને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ: RBI

કેન્દ્રીય બેંકે કહ્યું કે, કેટલીક જગ્યાએ, કેટલાક લોકો દ્વારા લોન માફીની ઓફર સાથે સંબંધિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે તેમના અધિકારોને લાગુ કરવામાં બેંકોના પ્રયત્નોને નબળા પાડે છે. RBIએ કહ્યું કે, આવી સંસ્થાઓ ખોટી રજૂઆત કરી રહી છે કે, બેંકો સહિત નાણાકીય સંસ્થાઓના લેણાં ચૂકવવાની જરૂર નથી. આવી પ્રવૃત્તિઓ નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને સૌથી અગત્યનું થાપણદારોના હિતને નબળી પાડે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના સોમવારે જાહેર કરાયેલ ફુગાવાની સંભાવનાઓ પરના દ્વિમાસિક સર્વેક્ષણ અનુસાર દેશના મોટા ભાગના પરિવારો આગામી ત્રણ મહિના અને એક વર્ષમાં વધુ ફુગાવાની અપેક્ષા રાખે છે. 19 મોટા શહેરોમાં કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષમાં લોકો ભાવમાં થોડો વધારો અને ફુગાવાના દબાણની અપેક્ષા રાખે છે.

આ સાથે આગામી ત્રણ મહિનામાં કિંમતો અને મોંઘવારી સંબંધિત ડર ખાદ્ય ઉત્પાદનો અને સેવાઓમાં વધુ જોવા મળે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષ માટે આ આશંકા ખાદ્ય ઉત્પાદનો અને હાઉસિંગ સેક્ટરમાં વધુ છે. ઉપરાંત સર્વેમાં જણાવાયું છે કે વર્તમાન ફુગાવા અંગે પરિવારોની ધારણા નવેમ્બરમાં અગાઉના સર્વે કરતાં 20 બેસિસ પોઈન્ટ્સ (bps) ઘટીને 8.2 ટકા થઈ ગઈ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.