Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં થનારાં મૃત્યુ 12.5 લાખથી ઘટીને 11.9 લાખ થયાં છે, જે 5%નો ઘટાડો દર્શાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘ગ્લોબલ સ્ટેટસ ઓન રોડ સેફ્ટી રીપોર્ટ-23’માં આ આંકડા બહાર આવ્યા છે. તેમાં 108 દેશમાં 2010થી 2021 દરમિયાન થયેલી દુર્ઘટનાઓનો અભ્યાસ કરાયો હતો.

આ કારણે આપણે માર્ગ પર બેકાબૂ

  • એનસીઆરબીના અહેવાલ પ્રમાણે 2022માં 72% માર્ગ અકસ્માતો ઓવરસ્પીડને કારણે થયા.
  • બીજું મોટું કારણ- રોંગ સાઇડમાં વાહન ચલાવવું. ત્રીજું- દારૂ પીને વાહન ચલાવવું અન ચોથું- ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો.
  • અડધાથી વધુ દુર્ઘટના હાઈ-વે પર બની જ્યારે રોડ નેટવર્કમાં તેની હિસ્સેદારી 5% જ છે.
  • 48 દેશ પર થયેલા સરવેમાં પણ કહેવાયું છે કે વિશ્વમાં 50% દુર્ઘટના ઓવરસ્પીડિંગ અને 16-21% દારૂ પીને ડ્રાઇવિંગ કરવાને કારણે થાય છે.

વિશ્વમાં 30% અકસ્માત કારથી, ભારતમાં 48% ટુ-થ્રી વ્હીલરને કારણે

વિશ્વમાં સૌથી વધુ 30% દુર્ઘટનામાં કારચાલક, 23%માં રાહદારી, 21%માં ટૂ-થ્રી વ્હીલર અને 6%માં સાઇકલસવારોનાં મૃત્યુ થયાં છે. અન્ય વાહનોને કારણે 20% મૃત્યુ થયાં છે. બીજી તરફ દેશમાં સૌતી વધુ 48% ટૂ-થ્રી વ્હીલરચાલકો શિકાર બને છે. દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોમાં કાર અને રાહદારી 15-15%, સાઇકલ સવાર 12% અને અન્ય 10% હતા. વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોમાં સૌથી વધુ 28% (3.3 લાખ) હિસ્સેદારી દક્ષિણ પૂર્વ એશિયા રીજિયનની છે. ભારત પણ આ જ વિસ્તારમાં છે. યુરોપીયન રીજિયનમાં સૌથી ઓછી 5% (62,670) મૃત્યુ થયાં. 2010થી 2021 વચ્ચે વિશ્વમાં કારચાલકોનાં મૃત્યુ 1% ઘટ્યા છે.

સૌથી વધુ યુવાનો ભોગ બન્યા

  • ડબલ્યુએચઓના અહેવાલ પ્રમાણે 5થી 29 વર્ષના લોકોનાં મૃત્યુનું સૌથી મોટું કારણ માર્ગ અકસ્માત છે. બીજું મોટું કારણ છે-ટીબી.
  • માર્ગ પરિવહન મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં 2022 દરમિયાન 9,528 સગીરોએ જીવ ગુમાવ્યો. માર્ગ અકસ્માતના મૃતકોમાં 83.4% લોકો 18-60ની વયજૂથના હતા.
  • કેન્દ્રના મતે, દર વર્ષે વ્યવસાયી લોકો માર્ગ અકસ્માતનો ભોગ બનવાને કારણે દેશની જીડીપીને અંદાજે 3% નુકસાન થાય છે.
  • 2021 કરતાં 2022માં 12% દુર્ઘટના વધી જ્યારે 9.4% સુધી વધુ મૃત્યુ થયાં.

વિશ્વની 1% કાર પણ જ્યાં નથી ત્યાં દુર્ઘટનાનું જોખમ 3 ગણું વધું

વિશ્વમાં દર 10માંથી 9 માર્ગ અકસ્માત ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. માર્ગ સલામતી અહેવાલ પ્રમાણે આ દેશો પાસે વિશ્વનાં 1% વાહન પણ નથી છતાં ત્યાં માર્ગ અકસ્માતોનું જોખમ ધનિક દેશો કરતાં ત્રણ ગણું વધુ છે. 2021માં બહાર પડાયેલા વર્લ્ડ બૅન્કના અહેવાલ પ્રમાણે ભારતમાં સમગ્ર વિશ્વની 1% કાર પણ નથી. આમ છતાં વિશ્વના કુલ માર્ગ અકસ્માતોમાં દેશની હિસ્સેદારી 11% છે. એટલું જ નહીં, ઓછી આવકવાળા 75% ભારતીય પરિવારોનું કહેવું છે કે પરિવારમાં એક માર્ગ દુર્ઘટના સર્જાય તો તેમનીઆવક ઘટી જાય છે. 2010થી 2021 વચ્ચે સમગ્ર વિશ્વમાં વાહનોની સંખ્યા 160% સુધી વધી છે.

  • વાહન પોર્ટલ પ્રમાણે 15 ડિસેમ્બર, 2023 સુધીમાં દેશમાં અંદાજે 36 કરોડ વાહન છે. અંદાજે 21 કરોડ ટૂ-વ્હીલર અને 7 કરોડ કાર છે.
  • યુપી 4.56 કરોડ વાહન સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર (3.56 કરોડ) બીજા, તમિળનાડુ (3.2 કરોડ) ત્રીજા, કર્ણાટક (3.06 કરોડ) ચોથા ક્રમે છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.