Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

સાલાર થિયેટર પર એન્ટ્રી કરે તે પહેલા જ મેકર્સે ખેલ્યો મોટો દાવ, જબરદસ્ત ટ્રેલર કર્યું રિલીઝ

સાલાર થિયેટર પર એન્ટ્રી કરે તે પહેલા જ મેકર્સે ખેલ્યો મોટો દાવ, જબરદસ્ત ટ્રેલર કર્યું રિલીઝ

આદિપુરુષના ફ્લોપ થયા બાદ સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ફરી એકવાર તેની નવી ફિલ્મ સાલાર સાથે પરત ફરી રહ્યો છે. તેની ફિલ્મની લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેના ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સાથે 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર સાલારની એડવાન્સ બુકિંગ શરુ થઇ ચુકી છે અને પહેલા દિવસના શો લગભગ હાઉસફુલ થઇ ચુક્યા છે.

સાલારનું ટ્રેલર 2 થયું રિલીઝ

ફિલ્મ સાલારનું જયારે પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પ્રભાસના ચાહકો થોડા નિરાશ થયા હતા કારણ કે તેમાં પ્રભાસને ઓછો સ્ક્રીન સ્પેસ મળ્યો હતો. જો કે હવે મેકર્સે પ્રભાસના ચાહકોની આ નિરાશાને દૂર કરી દીધી છે અને સાલારનું ટ્રેલર 2 રિલીઝ કર્યું છે. સાલારમાં પ્રભાસ સાથે મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સાલાર સાથે દર્શકોને જોડવા માટે મેકર્સે કર્યા શ્રેષ્ઠ પ્રયાસ

થોડા દિવસો પહેલા ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મના બીજા ટ્રેલરની વાત કરીએ તો 2:54 મિનિટનું આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ફિલ્મનું આ ધમાકેદાર ટ્રેલર જોઇને પ્રભાસના ચાહકો તેની આ ફિલ્મને મોટી સ્ક્રીન પર જોવા માટે ખુબ ઉત્સાહિત થઇ ગયા છે. પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર ફિલ્મ સાલાર સાથે દર્શકોને જોડવા માટે મેકર્સ શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. હવે મેકર્સે ચાહકોની ઉત્સુકતાને જીવંત રાખવા માટે ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ કર્યું છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.