KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ ‘નવ કેરળ સદાસ’ વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં હિંસાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા ટિયર ગેસના શેર અને વોટર કેનનનો ઉપયોગ કરીને દેખાવો કરી રહેલા નેતાઓને વિખેરી નાખ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન અફરાતફરી મચી
કેપીસીસી પ્રમુખ કે. સુધાકરન, વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા વીડી સતીશન અને વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા સહિતના વરિષ્ઠ નેતાઓ DGP કાર્યાલય નજીક મંચ પર હતા. ત્યારે અચાનક હિંસા ફાટી નીકળતા પોલીસે વોટર કેનન અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. સુધાકરન અને ચેન્નીથલા પર ટિયર ગેસની અસર થતા કાર્યકરોએ તેમને નજીકમાં પાર્ક કરેલી કારમાં લઈ ગયા હતા. સતીશનના સંબોધન દરમિયાન વોટર કેનનનો ઉપયોગ કરતા વિરોધ પ્રદર્શનમાં અફરાતફરી મચી હતી.
#WATCH | Congress workers in Kerala's Thiruvananthapuram march to the DGP office and clash with police during a protest against alleged police action on Youth Congress workers during a demonstration on December 20 pic.twitter.com/GXiFGU6FKH
— ANI (@ANI) December 23, 2023
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે,’આ ચોંકાનારો અનુભવ હતો. કોંગ્રેસ કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. મોટા નેતાઓના ભાષણો થઈ રહ્યા હતા. અચાનક કોઈપણ ઉશ્કેરણી વિના, સ્ટેજની પાછળ જ ટિયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનન છોડવામાં આવ્યું અમને સમજાતું નથી કે શા માટે, ત્યા કોઈ ઉશ્કેરણી નથી અને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મે તરત જ ડીજીપીને ફોન કર્યો અને શક્ય બને તેટલી કડક ભાષામાં વિરોધ કર્યો. આ એક ગુનાઈત કૃત્ય હતું. આ હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. હું સંસદના અધ્યક્ષ સાથે પણ આ વાત ઉઠાવવા જઈ રહ્યો છું કારણ કે, મંચ પર હાજર મોટી સંખ્યામાં સાંસદોના સંસદીય વિશેષાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.’