Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જિલ્લાના અધિકારીઓ ગુડગવર્નન્સ-ડેમાં સહભાગી બન્યા

“PMPVTG ડેવલપમેન્ટ મિશન” અંતર્ગત જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સાગબારા-દેડિયાપાડામાં થઈ રહેલી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરાઈ

દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન દિવંગત  અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં સુશાસન દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી.

સુશાસન દ્વારા જ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાના લાભ છેવાડાના તમામ વર્ગના લોકો સુધી ટેક્નોલોજીના માધ્યમથી પહોંચાડી શકાય છે. આ સિદ્ધાંત સાથે આગળ ધપી રહેલું ગુજરાત રાજ્ય ગુડ ગવર્નન્સનું મોડેલ સ્ટેટ બન્યું છે. ત્યારે સંવેદનશિલ, પારદર્શક અને હકારાત્મક અભિગમ સાથે સુશાસનમાં અગ્રેસર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૦૧, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બની જોડાયા હતા અને મુખ્યમંત્રીના પ્રેરક ઉદબોધનનેનર્મદા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કચેરી (પુરવઠા), જિલ્લા આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની(નર્મદા)ને તેમની સારી કામગીરી બદલ બિરદાવાઈ હતી.

સુશાસન દિવસની ઉજવણીને સમાંતર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પી.એમ જન મન કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં આગીમી ૧૫મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લામાં વસવાટ કરતા આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ વંચિત લાભાર્થીઓને આવરી લેવાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. તેના માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા સાગબારા અને દેડિયાપાડા તાલુકાના અંદાજિત ૫૨ (બાવન) ગામોમાં ઘરે-ઘરે જઈને ૧૩ ટીમો દ્વારા ચાર ગામોના ક્લસ્ટરમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા અને એક-બીજાના સંકલનમાં રહીને ખૂટતી કડીઓને ગામમાં જોડીને પૂર્ણ કરી ૧૦૦ ટકા સેચ્યુરેશન થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં.

સુશાસન દિવસની ઉજવણી તેમજ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા,  ડી.આર.સંગાડા, મામલતદારઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.