Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?

અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અભિષેક સમયે ભગવાન રામની મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ પર બાંધેલી આંખની પટ્ટી હટાવવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન પીએમ મોદી ઉપરાંત અન્ય એક ગુજરાતી પણ હાજર રહેશે પરંતુ તે અમિત શાહ નહી અન્ય ગુજરાતી ગર્ભગૃહમા ઉપસ્થિત રહેશે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવત, પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી ઉપરાંત ઉતર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં હાજર રહેનારા આ પાંચ વ્યક્તિઓ પૈકી માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ એ બે જ વ્યક્તિ ગુજરાતી છે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા માટે આચાર્યોની ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ ટીમ સ્વામી ગોવિંદ દેવ ગિરીના નેતૃત્વમાં છે. બીજી ટીમ કાંચી કામકોટી શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીના નેતૃત્વમાં છે. ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાનો હશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહને પડદાથી ઢાંકી દેવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ પરથી આંખ પર પટ્ટી હટાવ્યા બાદ તેમને અરીસો બતાવવામાં આવશે. ભગવાન રામ આ અરીસામાં સૌથી પહેલા પોતાનો ચહેરો જોશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.