Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો

ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો

નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાવાળુ ફળીયામાં માતા પુત્ર ઉપર કેટલાક શખ્સોએ ઉમલો કરતા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,પીપળાતા મેલડી માતાવાળુ ફળીયા માં રહેતા બંકિમ જયંતીભાઇ પરમારે પીપલગ ગામના મોન્ટુભાઈ પાસે રૂપિયા ૧૫ હજાર માં બાઈક ગીરવે મુકેલુ જેના રૂપિયા ચૂકવી દીધા હોવા છતા મોન્ટુભાઈના માણસો પીપળાતા બંકિમ જયંતીભાઇ પરમારના ઘરે જઈ જણાવેલ કે મોન્ટુભાઈ ના રૂપિયા કેમ આપતો નથી તેમ કહી ગમેતેમ ગંદી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી બંકિમની માતા છોડાવા પડતા મોન્ટુભાઈના માણસોએ રમીલાબેન જયંતીભાઇ પરમારના હાથ મા ડંડો મારી ઈજાઓ પહોંચાડતા નડિયાદ રૂરલ પોલીસે પંકજ અને વિજય નામ ના માણસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.