Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો

ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો

ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનાઓએ જિલ્લામાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે નાસતા ફરતા આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા એલસીબી પીઆઇને સુચના આપી હતી. જે સંદર્ભે એલસીબીના પોલીસ જવાનો ઠાસરા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

દરમ્યાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઠાસરા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતા ફરતા ઇર્શાદઅલી મજુરઅલી કાજી (રહે. ઠાસરા,કાજીવાડો) તેના ઘરે આવેલ છે જે આધારે પોલીસે ઇર્શાદઅલીના ઘર ઉપર છાપો મારી તેની અટકાયત કરી હતી. આ સંદર્ભે એલસીબી પોલીસે ઇર્શાદઅલીકાજીને વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળેલ છે.

 

 

રિપોર્ટર-યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.