Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન

યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન

કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને અન્ય લોકોને પણ સફાઈ માટે પ્રેરણા આપી હતી.

સ્વચ્છ ભારત મિશન થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના-મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્રવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે. જેના ઉપલક્ષમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાર્થક કરવા સારૂ ગુજરાત રાજયના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના-મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજય સરકારએ નકકી કરેલ છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ભારતીય જનતા પાર્ટી ધ્વારા પણ સમગ્ર દેશભરમાં મંદિરોને પાણીથી ધોઈ સફાઈ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિસ્તારના ધારાસભ્ય રાજેશ ઝાલાના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમ, કરકરીયા, કેવડીયા, ભઈલાકુઈ મહિલા મંડળની બહેનોની ટીમ, સમગ્ર વિસ્તારના સર્વે આગેવાનો અને ભાજપ કાર્યકરો દ્વારા મંદિરને પાણીથી ધોઈ સાફ- સફાઈ કરી સમગ્ર મંદિર પરિસર સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાજેશ ઝાલા સહિત સૌ કોઈએ પ્રાચીન, ઐતિહાસિક શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની પૂજાનો પણ લાભ લીધો હતો.

આ પ્રસંગે મહંત શ્રી અનિરૂધ્ધગીરી મહારાજ, ખેડા જિલ્લા ભાજપ મંત્રી ધૂળસિંહ સોલંકી, મહામંત્રી જીતેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ રાજેશ શર્મા આતરસુંબા, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ, જિલ્લા કિસાન મોર્ચા પ્રમુખ ચિમનભાઈ પટેલ,ઉપપ્રમુખ નગીનભાઈ પટેલ,તાલુકા કિસાન મોર્ચા પ્રમુખ પરેશ પટેલ અને તેમની ટીમ, યુવા મોરચા પ્રમુખ કેતન પટેલ,નિખિલ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પારસ ચૌહાણ, ચેતનસિંહ વાધજીપુર, નવનીતભાઈ ચૌહાણ, ડી.કે. ચૌહાણ, નવનીતભાઈ સેવક અને મંદિર ટ્રસ્ટ ટીમ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાન બુધાભાઈ ખડાયતા,અનિલભાઈ સેવક એડવોકેટ, સરપંચ બુધાભાઈ સોલંકી, પૂર્વ સરપંચ દોલતસિંહ ચૌહાણ, કિશનસિંહ ઠાકોર,મનુભાઈ પ્રજાપતિ, નયન પટેલ, મનિષ પટેલ સહિત ભાજપ કાર્યકરો,હોદ્દેદારો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.

 

 

 

 

 

રીપોટૅર- સુરેશ પારેખ(કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.